હિંદુ ધર્મ શાસ્ત્રો એ પુનર્જન્મની સંકલ્પના આપી છે અને ક્યા પ્રકારના કર્મો થી શા પ્રકારની ગતિ(ક્યા ક્ષેત્ર માં પુનર્જન્મ ) મળે છે તેના વિષે સમજાવ્યું છે. જૈન શાસ્ત્રો માં તેની વધુ છણાવટ જોવા મળે છે. કર્મ નાં સિદ્ધાંત મુજબ અહંકાર (કર્તાભાવ થી) મનુષ્ય કર્મ બાંધે છે અને ક્રમિક જન્મો માં સંજોગો અનુસાર તેના કર્મફળ ને ભોગવે છે. ક્રોધ, માણ,માયા અને લોભ અનુસાર કર્મો અને પછી નો જન્મ નક્કી થાય છે.

જીવની નિગોધ અવસ્થા થી માંડી ને સમસરણ માર્ગમાં ઉત્તરોત્તર  એકેન્દ્રીય થી લઇ ને પચેદ્રીય સુધી ની જીવ અવસ્થામાં ક્ર્માગત વિકાસ    થાય છે.

જયારે કોઈ એક જીવ મોક્ષે જાય છે ત્યારે નિગોધ(અવિકસિત અનેક જીવો નો સમુહ) માંથી એક જીવ સંસારચક્ર માં પ્રવેશે છે. જૈન શાસ્ત્રો પ્રમાણે ભરતક્ષેત્ર (પૃથ્વી ) ઉપરાંત પાંચ મહાવિધેય અને પાંચ ઐરાવત ક્ષેત્ર માં જીવ શ્રુષ્ટિ છે, જેનાં વિષે આધુનિક વિજ્ઞાન માં માહિતી નથી.  અને દરેક ક્ષણે પાંચ થી સાત જીવ મોક્ષે જાય છે અને એટલા જ સંસાર ચક્ર માં પ્રવેશે છે.

નિગોધ, અનંત અવિકસિત જીવો નો સમૂહ કે જ્યાં આત્મા અનંત આવરણો થી ઢંકાયેલો છે અને અજાગૃત અવસ્થાએ છે. આવા નિગોધ ના અનેક ગોળાઓ છે.

સંસાર ચક્ર માં જીવ ની સૌ પ્રથમ અવસ્થામાં એકેન્દ્રીય જીવ તરીકે ની હોય છે. વાયુકાય, જલકાય, પૃથ્વીકાય, તેયો(અગ્નિ) કાય અને વનસ્પતિ વગેરે નો સમાવેશ થાય છે. એકેન્દ્રિય થી પર્ચેદ્રીય એટલે કે પશુ પંખી અને મનુષ્ય સુધી નો વિકાસ ઉત્તરોત્તર કુદરતિ રીતે જ થાય છે. મનુષ્ય ગતિ સિવાય ની ગતિ ઓ માં જીવ ને જરૂર પુરતા પ્રમાણમાં જ મન, બુદ્ધિ અને અહંકાર વિકાસ પામેલા હોય છે, જયારે કે મનુષ્ય માં અહંકાર ઘણો વિકસિત હોય કર્તાપણાના ભાવથી કર્મ બંધાવાના ના આધારે મનુષ્ય પાપ અને પુણ્ય કર્મ બાંધે છે. તેના કર્મો નાં સરવૈયા ના આધારે આગલો જન્મ નિશ્ચિત થાય છે. કોઈ ને દુઃખ આપવાથી પાપ કર્મ અને સુખ આપવાથી પુણ્ય કર્મ બંધાય છે. કર્મોના આધારે જીવની પાંચ ગતિ થાય છે.

તિર્યંચગતિ:

જો મનુષ્ય જન્મ માં વ્યક્તિ પાપ કર્મો વધારે અને પુણ્ય કર્મો ઓછાં પ્રમાણ માં બાંધે તો તેને જાનવર ગતિ મળે છે. મહદ અંશે આર્તધ્યાન એટલે કે પોતાના આત્માને પીડાકારી ધ્યાન, પોતાનો અગ્રશોચ, ચિંતા એ તિર્યંચગતિ બાંધે છે. અહીં જીવ કર્મો બાંધતો નથી ફક્ત બાંધેલા કર્મો ને ભોગવે છે, અહીં ભુખ નું દુઃખ બહુ હોય છે, મહંદઅંશે પાલતું પ્રાણી તરીકે જન્મ થાય છે, વધુમાં વધુ આઠ અવતાર માં આ કર્મો ભોગવી ને ફરી મનુષ્ય જન્મ માં પાછો આવે છે.

નર્ક ગતિ:

જીવ જો અનેક પાપ કર્મો કરે તો નર્ક ગતિ પામે છે. અણહકની લક્ષ્મી કે અણહક નાં વિષયોભોગવવાથી નર્કગતિ થાય છે. રોદ્ર ધ્યાન એટલે કે પોતાના સુખને માટે બીજાનું કિંચિત માત્ર સુખ ખૂંચવી લેવાનો વિચાર, ક્રોધ, કલેશ, અપશબ્દો નો પ્રયોગ  એ નર્ક ગતિ નું કારણ છે.  અહીં હજારો વર્ષો નું આયુષ્ય હોય છે અને પારા જેવું શરીર હોય છે, શરીર માં અનેક શૂળ ભોકાંતા હોય એવી વેદના થાય છે, મરણ ની વેદના ભોગવ્યા બાદ પણ મૃત્યું નથી થતું. અહીં પણ જીવ ફક્ત બાંધેલા કર્મો ને ભોગવે છે અને નવાં કર્મો બંધાતો નથી.

દેવ ગતિ:

અનેક પુણ્ય કર્મો કરનારો મનુષ્ય દેવ ગતિ ને પામે છે. ધર્મધ્યાન એટલે કે ચિંતા મુક્ત, કલેશ રહિત,નીડર અને ધૈર્યવાન અવસ્થાન, પોતાના ભોગે પણ બીજાને સુખ આપવાની ભાવનાથી દેવગતિ બંધાય છે. અહીં ભૌતિક સુખ સમૃદ્ધી ઘણી હોય છે અને આયુષ્ય હજારો વર્ષો નું હોય છે. અહીં પણ જીવ કર્મો બાંધતો નથી, ફક્ત બાંધેલા કર્મો ભોગવી ને મનુષ્ય ગતિ માં પાછો ફરે છે. અહીં સ્પર્ધા નું દુઃખ બહુ હોય છે.

મનુષ્ય ગતિ:

જયારે જીવ નાં પાપ કર્મો અને પુણ્ય કર્મો નું પ્રમાણ સમાન હોય છે ત્યારે તેને મનુષ્ય ગતિ માં જન્મ મળે છે, અને મનુષ્ય માં કર્મો નાં આધરે માં બાપ , કુટુંબ, ગોત્ર વગેરે મળે છે. ફક્ત ધર્મધ્યાન જ હોય તો દેવગતિ અને ધર્મધ્યાન ની સાથે આર્તધ્યાન પણ હોય તો તેનું ફળ મનુષ્ય ગતિ મળે છે.અહીં મનુષ્ય કર્મો બાંધે પણ છે અને ભોગવે પણ છે,

મનુષ્ય ગતિ દરમિયાન જ જો તેને ખરા જ્ઞાની અને આત્મજ્ઞાન (આત્મ સ્વરૂપ નું ભાન) પ્રાપ્તિ થાય તો તે બાંધેલા કર્મો ને ખપાવી છે, અને નવા કર્મો બાંધતો  નથી અને મોક્ષ ગતિ ને પામે છે, દેવો પણમોક્ષ ગતિ ને ઝંખે છે.

આથી જ મનુષ્ય ગતિ ને અતિ દુર્લભ અને મોક્ષ દાતા એવાં જ્ઞાની ની પ્રાપ્તિ ને અતિ અતિ દુર્લભ માનવામાં આવે છે. આથી જ સાચા ધ્યેય (મોક્ષ પ્રાપ્તિ) એ દરેક મનુષ્ય નાં જીવન નું અંતિમ લક્ષ્ય છે.

ગતિફળ – ધ્યાન થી

ભગવાન મહાવીરની સામે આચાર્ય મહારાજ બેઠેલા. તે આચાર્ય બરાબર સામાયિક(આત્મનિરીક્ષણ)માં બેઠેલા ત્યારે બીજા મહાત્માઓએ પૂછયું કે ‘મહારાજ, આ આચાર્યની શી ગતિ થશે ?’

ભગવાન બોલ્યા, ‘અત્યારે દેવગતિમાં જશે.’

પછી વળી થોડીકવાર રહીને કોઈકે પૂછયું કે ‘મહારાજ, હવે અત્યારે આ આચાર્યની કઈ ગતિ થશે ?’

ત્યારે ભગવાન બોલ્યા, ‘અધોગતિમાં જશે.’

ત્યારે પછી પંદર મિનિટે કોઈકે પૂછયું કે, ‘અત્યારે હવે કઈ ગતિમાં જશે ?’

ત્યારે ભગવાનને કહ્યું, ‘હવે મોક્ષે જવાનો છે.’

ભગવાન આવું કેવું ? આ સંપૂર્ણ ધ્યાનમાં છે ને આવું કેમ ? ત્યારે ભગવાને કહ્યું, ‘અમને જે દેખાય છે તે તમને દેખાતું નથી અને તમને જે દેખાય છે તે અમે જોતા નથી. જુઓ, તે બેઠો હતો તો સામાયિકમાં પણ તેનું ધ્યાન ક્યાં વર્તે છે તે અમે જ જોઈ શકીએ. પહેલાં ધ્યાનમાં દેવગતિનું ચિતરામણ હતું. બીજી વખતે નર્કગતિનું ચિતરામણ હતું, પછી તેણે સુંદર ચીતરવા માંડ્યું. મહીં ફોટા સારા પડવા માંડ્યા. તે મોક્ષે જાય તેવા હતા. ધ્યાન ઉપર ફળનો આધાર છે. ચીતરે છે પુદગલ (પ્રકૃતિ) પણ તેમાં તમે પોતે તન્મયાકાર થયા તો તે સહી કરી આપી. પણ તન્મયાકાર ન થાય ને જાગૃતિ રાખે ને જે ચિતરામણ થયું હોય તેને માત્ર જુએ ને જાણે તો તે ચિતરામણથી છૂટો જ છે.

એક વેપારી કપડું ખેંચીને આપે છે અને ઉપરથી ખુશ થાય છે કે, ‘હું ધંધામાં કેટલો હોશિયાર છું, હું કેટલું બધું કમાઉં છું.’ પણ તેને ખબર નથી કે તે નર્કગતિ બાંધે છે ! તેનું રૌદ્રધ્યાન છે. હવે બીજો કપડું ખેંચીને આપે છે તેવા જ ધ્યાનથી, પણ મહીં તેને અપાર પશ્ચાત્તાપ રહે છે કે, ‘આ ખોટું કરું છું. તે તિર્યંચ ગતિ બાંધે છે. ક્રિયાઓ સરખી છે પણ ધ્યાન જુદું જુદું હોવાથી ગતિ જુદી જુદી થાય છે.

જય સચ્ચીદાનંદ.

Advertisements