જીવન વિશે કહેવાય છે કે તમે જે દ્રષ્ટિકોણ થી એને મુલાવો  એવું જીવન લાગે અને જે હેતુ થી જુઓ એવું પરિણામ મળે. મારા જીવન નો હેતુ શો? એ પ્રશ્ન મેં જયારે મારી જાત ને પુછ્યો ત્યારે જવાબ મળ્યો કે  મારા સાચા સ્વરૂપ ની ઓળખ એ મારા જીવનનું નું અતિમ લક્ષ્ય છે. ક્રમે ક્રમે મને સમજાયું  કે અધ્યાત્મ એ મારા રસનો વિષય નહિ પરંતુ મારા જીવનનો એક ભાગ છે.

આધ્યાત્મ -અધિ- આત્મનમ, આત્મા તરફ. જીવન ના દરેક પ્રસંગો આખરે  તમને તમારી સ્વ યાત્રા માં મદદરૂપ નીવડે છે. તમારી આત્મ ખોજ માં પુરક સાબિત થાય છે. મારા જીવન પ્રસંગો એ મને ઘણે અંશે  સત્યો ને સમજવામાં મદદ કરી છે. અત્યાર સુધી જે  કઈ સમજ્યા છીએ એને વહેંચવાની ઈચ્છા છે. મારા જેવા ઘણા હશે કે જેઓ આ દિશા માં વિચારતા અને સમજતા  હશે. એ દરેક સાથે આ અનુભવો વહેંચવાનો આનંદ પણ આવશે અને થોડા લોકો ને એ આ દિશામાં વિચારવાનું પ્રેરક બળ પણ પૂરું પાડી શકશે. એ આશય થી આજે શરૂઆત કરીએ છીએ. આશા છે કે મારી જીવન યાત્રા માં મારું લખાણ મને અને બીજાને પણ ઉપયોગી નીવડે.

અસ્તુ.

Advertisements